ભારે વરસાદના પગલે ફતેપુરાના મુખ્ય બજાર, નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા.
બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદથી ઉભા પાકને નવજીવન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ખેતરોમાં ભેજ વધતાં આગામી કૃષિ કામગીરીને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, ચાલુ ચોમાસા દરમિયાન ફતેપુરા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 221 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનો સિલસિલો યથાવત રહેશે તો કૃષિ તેમજ જળસંચયની સ્થિતિમાં વધુ સુધારો થવાની સંભાવના છે.
0 Comments