લખપતિ દીદી બનતી વાંસવા ગામની મહિલાઓ: મિશન મંગલમથી સંભવ બન્યું સપનું !
વાંસવા, સુરતઃ ચોર્યાસી તાલુકાના વાંસવા ગામની દસ બહેનો માટે મિશન મંગલમ યોજના આશીર્વાદરૂપ બની. 2020માં “પારદેવી માં સખી મંડળ”ની રચના થઇ અને નાની બચતથી શરૂ કરેલો મસાલા ઉદ્યોગ આજે લાખોના વાટાઘાટે પહોંચી ગયો છે. સરકાર અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી મહિલાઓએ મસાલા ઉત્પાદન માટે જરૂરી તાલીમ અને સાધનો મેળવી ઘરેથી વ્યવસાય શરૂ કર્યો.

આ સખી મંડળને રૂ.૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.૬ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨,૫૦૦ સ્ટાફફંડ મળતાં વ્યવસાયમાં જમાવ આવ્યું. આજે હળદર, ધાણા-જીરૂ, લાલ મરચું જેવા ૨૦થી વધુ મસાલા બનાવતી મહિલાઓ ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ અને કેનેડા સુધી પોતાના મસાલાનો સ્વાદ પહોંચાડી રહી છે.
સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ કહે છે,
“ઘર આંગણે રોજગાર મેળવો એ માત્ર સપનું લાગતું હતું, પણ મિશન મંગલમે એ સાકાર કર્યું.”
આજ રોજ દરેક બહેન મહિને રૂ.૧૫ હજારની આવક મેળવી આત્મનિર્ભર બની છે.
અદાણી ફાઉન્ડેશનની સહાયથી બનાવાયેલા વિશિષ્ટ કેબિનમાં હવે આ બહેનો ઉત્પાદન અને વેચાણનું કાર્ય કરી રહી છે.
મિશન મંગલમ યોજના અને સરકારના માર્ગદર્શનથી વાંસવા ગામની આ બહેનો “લખપતિ દીદી” તરીકે ઓળખાય છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની છે.
રિપોર્ટ: રાહુલ સિંહ
0 Comments