ભારત બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા, પણ પ્રતિ વ્યક્તિ આવકમાં છે ૧૩૬માં સ્થાને
વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં તંત્ર (IMF) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ભારત હવે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતે જાપાનને પછાડી આ સ્થાન મેળવ્યું છે, જે દેશ માટે એક મોટી સિદ્ધિ છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં હવે યુએસ, ચીન, જર્મની પછી ભારતનો નંબર છે.
ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) હવે લગભગ ૪ ટ્રિલિયન ડોલર (4 trillion dollars) સુધી પહોંચ્યું છે, જે તેના ઝડપથી વિકસતા અર્થતંત્ર અને ઊંડા બજાર સંરચનાને દર્શાવે છે.
પરંતુ.
આ સિદ્ધિ વચ્ચે એક ચિંતાજનક વસ્તુ પણ સામે આવી છે —પ્રતિ વ્યક્તિ આવક (Per Capita Income) ના પાયા પર ભારત હજુ પણ ઘણા દેશોથી પાછળ છે. ૨૦૨૫ના અહેવાલ મુજબ, ભારત દુનિયાના દેશોમાં ૧૩૬મા સ્થાને છે જ્યારે વાત આવે કે વ્યક્તિ દીઠ અંદાજિત આવક કેટલી છે.
વિશ્લેષકો જણાવે છે કે ભારતમાં મોટું અર્થતંત્ર હોવા છતાં વસ્તીની વિશાળતા અને આવકના અસમાન વહેંચાણને કારણે સામાન્ય નાગરિક સુધી આ વિકાસના ફળો પૂરતા પ્રમાણમાં પહોંચી શકતા નથી.
શું છે કારણો?
1. વિશાળ વસ્તી: ૧૪૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં આવક વહેંચાવવી એક મોટી પડકારભરી પ્રક્રિયા છે.
2. આર્થિક અસમાનતા: કેટલાક વિસ્તારોમાં ઊંચા વિકાસદર છે, જયારે અન્ય વિસ્તારોમાં હજુ પણ ગરીબી અને રોજગારની તંગી છે.
3. શિક્ષણ અને આરોગ્ય જેવી બેઝિક સુવિધાઓનો અભાવ પણ વ્યક્તિગત આવકમાં અવરોધ છે.
આગળનો રસ્તો:
વિશ્વ સ્તરે ભારતનું મહત્વ વધી રહ્યું છે, પણ દેશના વિકાસને સમૃદ્ધિ તરફ ખરે ખરે દોરી જવામાં સમાન વિકાસ, સ્થાયી રોજગાર, અને શિક્ષણ-આધારિત નીતિ મહત્વપૂર્ણ સાબિત થશે.
દેશને માત્ર ટોપ અર્થવ્યવસ્થામાં રાખવાનો નહિ, પરંતુ દરેક નાગરિકને પણ આ વિકાસનો ભાગીદાર બનાવવાનો સમય આવી ગયો છે.
જ્યાં સુધી પ્રતિ વ્યક્તિ આવકમાં સુધારો નહીં થાય ત્યાં સુધી દેશમાં વિકાસનો મુદ્દો અધૂરો જ ગણાશે!
રિપોર્ટ: રાહુલ સિંહ
0 Comments