BJP નેતાના હાઈવે Kand ના Video Viral કરવા બાબત ૩ કર્મચારીઓની નૌકરી ગઈ!
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ભારતીય જનતા પાર્ટીના નેતા મનોહર ધાકડનો એક વિવાદાસ્પદ સીસીટવી વિડિયો વાયરલ થયો છે. આ મામલાને લઈને તાજેતરમાં ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ કર્મચારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના કર્મચારીઓ નથી, પરંતુ NHAI સાથે કોન્ટ્રેક્ટ પર કામ કરતી રોડ મેન્ટેનન્સ અને મોનિટરિંગ એજન્સી — એમકેસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે સંકળાયેલા હતા.
NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર સંદીપ પાટીદારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે NHAI દ્વારા જ્યારે વિડિયો વાયરલ થવાની જાણકારી આપવામાં આવી ત્યારે એમકેસી કંપનીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ કંપનીએ તપાસ બાદ ત્રણ દોષી કર્મચારીઓને તરત અસરથી નોકરીમાંથી કાઢી મુક્યા. આ ત્રણેય કર્મચારીઓ 13 મેની રાત્રે નાઇટ શિફ્ટમાં ફરજ પર હાજર હતા.
આ ઘટનાને પગલે તંત્ર તરફથી સીસીટીવી ફૂટેજ જેવી સંવેદનશીલ માહિતીની ગોપનીયતા જાળવી રાખવા અને દેખરેખના સ્તરને વધુ સઘન બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, મનોહર ધાકડએ મીડિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવટ વિડિયો બનાવીને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. તેમના જણાવ્યા અનુસાર, જે કાર વિડિયોમાં દેખાય છે તે કાર તેમણે અનેક દિવસો પહેલા જ વેચી દીધી હતી અને તે હવે તેમની માલિકીની નથી.
હાલમાં સોશિયલ મીડિયા પર ધાકડનો વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને અનેક લોકોએ તેમની સ્પષ્ટતા પર શંકા વ્યક્ત કરી છે. લોકો તેમના દાવાઓને વિશ્વસનીય નથી માનતા.
આ સમગ્ર મામલે હજુ વધુ તપાસ ચાલુ છે અને પ્રશાસન ગંભીરતા પૂર્વક પગલાં લેતું જોવા મળી રહ્યું છે.
રિપોર્ટ : રાહુલ સિંહ
0 Comments