બિહારમાંથી લોટરી ફ્રોડના મુખ્ય આરોપીઓ ઝડપાયા | Tapi District Cyber Crime Detects ₹26 Lakh Scam

ગુજરાતના તાપી સાયબર ક્રાઈમ વિભાગે બિહારમાંથી મોટી લોટરી ફ્રોડ ગેંગ ઝડપીઃ ૫ આરોપીઓ ઝડપાયા, ₹26.90 લાખની છેતરપિંડીનો પર્દાફાશ


📍Cyber Crime News | Surat | Fraud Alert | Lottery Scam

ગુજરાતના તાપી જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, દ્વારા આઈ.ટી. એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નોંધાયેલા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીશ્રીએ પોલીસને જણાવ્યા મુજબ, આરોપીઓએ "ધન લક્ષ્મી કુબેર વર્ષા યંત્ર પ્રાઈવેટ લિમિટેડ" નામની કંપનીના નકલી પત્ર તથા લોટરી કૂપન મારફતે તેમને લાલચ આપી ₹26,90,265ની છેતરપિંડી કરી હતી.

આ કેસના આધારે આરોપીઓના મોબાઈલ નંબર અને ટેકનિકલ એનાલિસિસ કરીને પોલીસને ખબર પડી કે આરોપીઓ બિહાર રાજ્યમાં છે. ત્યારબાદ પોલીસ ટીમે ત્યાં જઈ ઓપરેશન ચલાવી પાંચ આરોપીઓને લાઈવ કોલ સેન્ટર સાથે પકડી પાડ્યા હતા.


📌 ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા:

1. સંજીતકુમાર સિંઘ (ઉ.વ. 30): મુખ્ય સંચાલક. કોલસેન્ટરની કામગીરી સંભાળતો અને શીખવતો.

2. અમરજીતકુમાર સિંઘ (ઉ.વ. 23): ભાઈ રાકેશસિંઘના માર્ગદર્શન હેઠળ કોલિંગ કરતો.

3. રાકેશસિંઘ (ઉ.વ. 23): અગાઉ પણ ઝારખંડમાં ફ્રોડ કેસમાં પકડાઈ ચુક્યો છે. કોલિંગ અને કુરિયર ડિઝાઇનિંગમાં નિપુણ.

4. રાહુલકુમારસિંઘ (ઉ.વ. 30): રહેણાંક માટે મકાન ભાડે લેતો અને સિમકાર્ડ વ્યવસ્થિત કરતો.

5. બ્રજેશકુમાર સિંઘ (ઉ.વ. 24): કુરિયર પર નામ લખવાનું અને સ્ટેમ્પ લગાવવાનું કામ કરતો.


🎯 મોડસ ઓપરેન્ડી (ઠગાઈ કરવાની રીત):

* આરોપીઓ પહેલા મોબાઈલ નંબરની ડેટા લિસ્ટ પરથી લોકોને ફોન કરે છે.

* પોતાને મોટી કંપની જેમ કે **ધન લક્ષ્મી કુબેર વર્ષા યંત્ર, ડાબર આયુર્વેદ** વગેરેના નમાવે છે.

* લોકોને લાલચ આપી લોટરી કૂપન કુરિયર મારફતે મોકલે છે.

* કૂપનમાં પહેલું ઈનામ હોવું બતાવતું સ્ક્રેચ સ્ટીકર હોય છે.

* ફોન દ્વારા લોકોના ખાતામાં ટેક્સ ભરવા કે ટ્રાન્સપોર્ટ માટેના નાણા માંગે છે.

* ભોગ બનનારને વારંવાર વધુ રકમ આપવી પડે એવી રીતે વાત કરીને છેતરપિંડી કરે છે.

પોલીસની સફળ કામગીરી:

શ્રી જે.બી. આહીર અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત માહિતીના આધારે કારવાઈ કરી. બિહારના જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. ઘટનામાં ઉપયોગમાં લીધેલા મોબાઈલ ફોન, કુરિયર સામગ્રી, સિમકાર્ડ અને અન્ય પુરાવાઓ પણ જપ્ત કરાયા છે.

🔒 નાગરિકોને ચેતવણી:

જનતાને અનુરોધ છે કે કોઈપણ લાલચવાળી લોટરી, કૂપન કે અનોખી રકમની ચીઠ્ઠી મળી હોય તો પહેલા સાચી તપાસ કરો. ક્યારેય અજાણી કંપનીના કુરિયર કે કોલિંગ પર ભરોસો ન રાખો. કોઈપણ શંકાસ્પદ સ્થિતિમાં તરત પોલીસનો સંપર્ક કરો.


Post a Comment

0 Comments