પોલીસ કસ્ટડીમાં માર માર્યાની ફરિયાદનો કેસ હવે ફોજદારી કેસ તરીકે ચલાવાશે - કોર્ટે સમન્સ ફટકાર્યા
સુરતના મેહ. ન્યાયમૂર્તિ ડો. સુપ્રીત કૌર ગાબાની કોર્ટે (જયુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ - થર્ડ કોર્ટ) એક ગંભીર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ફોજદારી ઇન્કવાયરી નંબર 107/2025 અંતર્ગત પોલીસ કસ્ટડી દરમિયાન ત્રણ આરોપી યુવકોને માર મારવાના ગંભીર આક્ષેપો સામે શરૂ કરાયેલ તપાસ હવે ફોજદારી કેસમાં ફેરવાઈ ગઈ છે.
ફરીયાદીઓ મનિષ ઉર્ફે મનિયો માંડણકા, મિતેશ દેસાઈ અને ચિરાગ બોરડાએ જણાવ્યા મુજબ, તેમને ડી.સી.બી.માં તથા સરથાણા અને વરાછા પોલીસ સ્ટેશનોમાં પોલીસ અધિકારીઓએ માર માર્યો હતો. આ આરોપોની પુષ્ટિ માટે તેમને સેસન્સ કોર્ટ દ્વારા મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મેડિકલ સર્ટિફિકેટમાં તેમના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા, જે 48 થી 72 કલાક જૂના હતા.
આ મામલે DCP નકુમ (ડી.સી.બી.), PI ગોજીયા (વરાછા પો.સ્ટે) અને PI પટેલ (સરથાણા પો.સ્ટે) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115, 54 ( IPC 323, 114) હેઠળ ગુનાનો જવાબ આપવા સમન્સ ફટકારવાની તેમજ ફોજદારી ઇન્કવાયરીને ફોજદારી કેસ તરીકે ફેરવવાની હદાયત અપાઈ છે.
અગાઉ પણ વરાછાના પીઆઈ ગોજીયા ઉપર સિકંદર સોનકર નામના લારીવાળાને ઢોર માર મારવાનો પણ આરોપ છે જેમાં Criminal inquiry નંબર: ૭/૨૫ પ્રમાણે કાર્યવાહી ચાલે છે.
હવે કોર્ટના સમન્સ પછી જો આ અધિકારીઓ ઉપર ACB(Anti Corruption Bureau) ની inquiry ચલાવાની માંગ થાય અને એમાં આ અધિકારીઓ પાસેથી આય કરતા વધારે સંપતિ નીકળશે તો શું ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ એમને સસ્પેન્ડ કરશે ?
આ હુકમ તત્કાલ અસરથી અમલમાં મુકાયો છે અને આરોપીઓને કાનૂની કાર્યવાહી માટે હાજર રહેવાનો હુકમ આપવામાં આવ્યો છે.
📝 તિથિ: 13 જૂન 2025
📍સ્થળ: કોપર્શન કોર્ટ, સુરત
🧑⚖️ કોર્ટે ચૂકાદો આપ્યો: ડો. સુપ્રીત કૌર ગાબા, J.M.F.C., ત્રીજી કોર્ટ, સુરત
📌 નોંધ:આ નિર્ણય પોલીસ દ્વારા કસ્ટડીના દુરુપયોગ સામે કડક સંદેશ આપે છે અને માનવાધિકાર ઉલ્લંઘન સામે જાગૃતિ માટે મજબૂત પગલું માનવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ: રાહુલ સિંહ
0 Comments