દિન-રાત જનતાની સુરક્ષા અને સેવા માટે તૈનાત રહેતા ૧૧૨ ‘જનરક્ષક’ ટીમના કર્મચારીઓને નીલમબેન વસૈયાએ રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સમાજની રક્ષા કરતા સુરક્ષાકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને લાગણી વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૧૨ જનરક્ષક ટીમના જવાનોએ પણ નીલમબેનનો આભાર માન્યો હતો અને રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સમાજની સુરક્ષા અને સેવા માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રેમ અને ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
0 Comments