17 વર્ષીય નાબાલિગના અપહરણ અને POCSO કેસમાં 19 વર્ષીય યુવતી મહારાષ્ટ્રમાંથી પકડાઈ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા 17 વર્ષ અને 11 મહિનાના નાબાલિગ યુવાન અને 19 વર્ષીય યુવતી વચ્ચે લાંબા સમયથી ઓળખ હતી. બંનેએ સોશિયલ મિડિયા પર વાતચીત દરમિયાન નજીકિયત વધારતા 27 માર્ચ 2025ના રોજ ઘરમાંથી ભાગવાનો નિર્ણય લીધો હતો.
બંને લગભગ દોઢ મહિના સુધી મહારાષ્ટ્રમાં સાથે રહ્યાં હતા. પરિવારજનોએ અનેક દિવસોથી તેમની શોધખોળ શરૂ કરી હતી. આખરે લિંબાયત પોલીસને માહિતી મળતાં તેમણે તાત્કાલિક ટીમ બનાવી સમગ્ર માહિતી એકત્ર કરી અને યુવતીને મહારાષ્ટ્રથી ઝડપી લઈ આવી.
હાલમાં નાબાલિગનો ઉંમર 18 વર્ષ થવા માટે એક મહિનો બાકી હોવા છતાં કાયદેસર રીતે તે હજુ પણ નાબાલિગ જ ગણાય છે. તેથી 19 વર્ષીય યુવતી સામે અપહરણ અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કેસ પૂર્વે પણ સુરત શહેરમાં 13 વર્ષીય વિદ્યાર્થી અને શિક્ષિકા સાથે સંબંધનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ શહેરમાં ચિંતાની લાગણી છે.
0 Comments